સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત રાજયમાં RTE પ્રવેશ પ્રક્રિયાનાં ચોથા રાઉન્ડ માટે શાળાઓની પુનઃ પસંદગી ૨૧મી જૂન સુધી કરી શકાશે


SHARE

















મોરબી જિલ્લા સહિત રાજયમાં RTE પ્રવેશ પ્રક્રિયાનાં ચોથા રાઉન્ડ માટે શાળાઓની પુનઃ પસંદગી ૨૧મી જૂન સુધી કરી શકાશે

RTE ACT-2009ની કલમ 12.1(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ રાજયની કુલ ૯૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી, જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ ત્રણ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે અત્યાર સુધી ત્રણેય રાઉન્ડના અંતે કુલ ૬૪,૦૪૨ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

RTE  પ્રવેશ પ્રક્રિયાના ત્રણેય રાઉન્ડ બાદ ખાલી રહેવા પામેલ ૭૩૫૪ જગ્યાઓ પર RTE પ્રવેશ પ્રક્રિયામાં વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી ચોથા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત જે વિધાર્થીઓ પ્રથમ, બીજા કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તાઃ ૧૯/૦૬/૨૦૨૨, રવિવાર થી તા: ૨૧/૦૬/૨૦૨૨, મંગળવાર સુધીમાં RTE ના વેબપોર્ટલ http://rte.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે, શાળાઓની પુનઃ પસંદગી કરતી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી, જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News