મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના માથક પાસે ડમ્પર ચાલકને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના માથક પાસે ડમ્પર ચાલકને જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના માથક ગામથી સુંદરી ભવાની ગામ જવાના રસ્તા ઉપરથી યુવાન પોતાનું ડમ્પર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકચાલકે જૂની અદાવતનો ખાર રાખીને ડમ્પરને ઊભુ રખાવ્યુ હતુ અને યુવાનને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરતાં વિષ્ણુભાઈ માયાભાઈ દેકાવાડીયા જાતે કોળી (ઉંમર ૨૪) પોતાનું ડમ્પર લઇને માથક ગામથી સુંદરીભવાની ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના ડમ્પરને બાઇક ઉપર આવેલ માથક ગામે રહેતા વિજયભાઈ ઉર્ફે અંકલો ભુપતભાઈ નામના શખ્સો જૂની અદાવતનો ખાર રાખીને રોકાવ્યુ હતુ અને બાદમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વિષ્ણુભાઈએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News