મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાથી મોબાઇલની ચોરી


SHARE







મોરબીના લાલપર પાસે કારખાનામાથી મોબાઇલની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ પાસેથી થોડા દિવસો પહેલા ૧૭ શંકાસ્પદ મોબાઈલ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જે બનાવમાં મોરબીના લાલપર ગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતા યુવાને મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની અંદર મજૂરની ઓરડીમાં રહેતા અબ્દુલ કાદરી નવીમુહમદ અંસારી (૨૯) એ ચોરીની ફરીયાદ નોંધાવી છે જેમા તેમને જણાવ્યુ છે કે, તેઓ અને તેની સાથે અન્ય લોકો મજૂરની ઓરડીમાં સુતા હતા ત્યારે આરોપીએ રાત્રિના સમયે કારખાનામાં આવીને મજૂરની ઓરડીમાં ગેરકાયદે પ્રવેશ કરીને મોબાઇલ ફોનની ચોરી કરી કરીને પાંચ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિકાસ બિગનભાઈ પાસવાન અને કૌશલ કુમાર દેવપ્રસાદ કમલેશપ્રસાદ પ્રકાશવાન રહે, બંને મૂળ ઉત્તર પ્રદેશ વાળાને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે બે શખ્સોની સામે મોબાઇલ ફોન ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બંને શખ્સોને થોડા દિવસો પહેલા એલસીબીની ટીમ દ્વારા લાલપર પાસેથી ૧૭ શંકાસ્પદ મોબાઈલ સાથે ૮૫ હજારનો મુદ્દામાલ કબજે કરીને પકડવામાં આવ્યા હતા ત્યારબાદ આ ચોરીની ફરિયાદ નોંધાય છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News