મોરબીના વાવડી રોડે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બે સગા ભાઈઓને ઇજા: ગુનો નોંધાયો
મોરબીના બેઠા પુલ ઉપર લોકોને હાડમારી સમાન ઉભરાતી ગટર બંધ કરાવવાની જવાબદારી કોની...?
SHARE









મોરબીના બેઠા પુલ ઉપર લોકોને હાડમારી સમાન ઉભરાતી ગટર બંધ કરાવવાની જવાબદારી કોની...?
મોરબીના સામાકાંઠેથી સીટીમાં આવવા માટે કે સિટીમાંથી સામાકાંઠે જવા માટે સરકારે ૩૮ કરોડથી વધુના ખર્ચે બેઠોપુલ બનાવ્યો છે.આ બેઠાપુલ ઉપર છેલ્લા બે-ત્રણ મહિનાથી ગટરના પાણી ફરી વળ્યા છે.જેના લીધે રોડ ઉપર લીલ જામી ગયો છે.આટલી હદે મુશ્કેલી છે છતાં મોરબીનું નઘરોળ તંત્ર ધ્યાન આપતું નથી તે નરી વાસ્તવિકતા છે..! લોકો આવી અનેક નાની-મોટી સમસ્યાથી પીડાતા હોવા છતાં અહીંના કહેવાતા રાજકારણીઓ, અધિકારીઓ કે કર્મચારીઓને આવી સમસ્યાઓ દેખાતી નથી અને જેનો ભોગ જનતા બની રહી છે કરોડો રૂપિયાનો ટેક્સ પ્રજા દ્વારા સરકારને ભરવામાં આવે છે.પરંતુ સરકારના વિવિધ વિભાગોમા બેઠેલા કલેક્ટરથી લઈને ક્લાર્ક સુધીના અધીકારીઓ કે બની બેઠેલા રાજકારણીઓને પ્રજાની આવી નાની-મોટી સમસ્યાઓ કયારે દેખાશે તે સવાલ છે.
