મોરબીના વાવડી રોડે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બે સગા ભાઈઓને ઇજા: ગુનો નોંધાયો
SHARE









મોરબીના વાવડી રોડે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બે સગા ભાઈઓને ઇજા: ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એક્ટિવાને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને એકટીવામાં જઈ રહેલા બે સગા ભાઈઓને પગમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઇજા પામેલા યુવાનોના પિતાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગધઈની વાડી ખાતે રહેતા ભીમજીભાઇ રતિલાલ પરમાર જાતે સતવારા (ઉમર ૪૩) એ હાલમાં કાર નંબર જીજે ૩ જેસી ૮૨૨૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બે દીકરા પ્રતીક અને ભાવિક એકટીવા નંબર જીજે ૩૬ કે ૫૬૫૦ લઈને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના એક્ટિવાને અડફેટે લીધું હતું જેથી કરીને પ્રતીક અને ભાવિક બંનેને પગમાં ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ યુવાનોના પિતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
