સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત


SHARE

















મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે ગત મોડીરાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ગંભીરપણે ઘવાયેલા આદીવાસી યુવાનને સારવાર માટે જેતપર લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સુરવદર ગામ પાસે ગઈકાલે બાઇકનો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાઓ થવાથી માકડીયાભાઈ વેરશીભાઈ રાઠવા (ઉમર ૩૦) રહે. ઘાંટીલા(જેતપર) તા.જી.મોરબી વાળાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે ૧૦૮ વડે મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ માકડીયાભાઇ રાઠવા નામના આદીવાસી યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તેમાં ખૂલ્યું હતું કે મૃતક માકડીયાભાઈ રાઠવા પોતાના સસરાને મુકવા માટે હળવદના દેવળિયા ગામ ગયા હતા અને દેવળીયા હામે સસરાને મુકીને તેઓ ત્યાંથી પરત બાઇક લઇને ઘાંટીલા જતા હતા ત્યારે રસ્તામાં હળવદના સુરવદર ગામ પાસે સર્જાયેલા બાઇકના વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને લીધે તેઓનું મોત નીપજ્યું હતું.

ઇજા થતા યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો જીગ્નેશ ચંદ્રકાંતભાઈ જયસ્વાલ નામનો ૩૩ વર્ષીય યુવાન દુકાનેથી ધંધાની ફેરી કરવા માટે લારી લઇને ત્રાજપર ચોકડી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને લારી પગના ભાગે લાગી જતા ઈજાઓ પહોંચી હોવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા અલ્કાબેન મહેશભાઈ સરવૈયા નામની ૨૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકમાંથી નિચે પડી જતાં તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમા ઇજા

મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક નજીકના આનંદનગર વિસ્તારમાં રહેતા જય રામાભાઈ મકવાણા જાતે રાવળદેવ નામના ૨૭ વર્ષીય યુવાનને ત્યાં જ રહેતા હાર્દિક ચના મકવાણા નામના ઈસમે નજીવી બાબતે ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને જય મકવાણાને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તેણે બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.




Latest News