મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત
મોરબીના કાલીકા પ્લોટમાં ધબધબાટી બોલાવી યુવાનના આતરડા બહાર કાઢી નાંખનાર સાત પૈકી પાંચ શખ્સોની ધરપકડ
SHARE









મોરબીના કાલીકા પ્લોટમાં ધબધબાટી બોલાવી યુવાનના આતરડા બહાર કાઢી નાંખનાર સાત પૈકી પાંચ શખ્સોની ધરપકડ
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન ઉપર સાત ઇસમો દ્વારા છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા સારવાર બાદ યુવાનની પત્ની દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલ પાંચની ધરપકડ કરેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક રોડ જુના મીઠાના ડેલા નજીક જલાલ ચોક પાસે રહેતા રહેમાનભાઇ વલીમામદભાઈ વીરમાણી જાતે સંધિ નામના ૩૨ વર્ષીય યુવાનની ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો કરાતા પેટમાંથી આંતરડા નિકળી ગયેલ ગંભીર હાલતમા યુવાનને સારવારમા લઇ જવાયો હતો.બાદમાં ભોગ બનેલ યુવાનની પત્ની રેશ્માબેન રહેમાનભાઈ વીરમાણી જાતે સંધી (૩૦) રહે.કાલીકા પ્લોટએ તેમના વિસ્તારમાં જ રહેતા ઈરફાન કરીમ પારેડી, ડેનિસ કિશોર કથરેચા જાતે મિસ્ત્રી, રવિ ઉર્ફે બુચીયો દેવજી સાવલિયા, હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપક ગોહેલ જાતે ખોડ, રોહિત જીવણદાસ બાવાજી, આરીફ ઈકબાલ ફલાણી અને સાહિલ ઉર્ફે સવો રહેમાન નામના સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ રહેમાનભાઇ વિરમાણીને અગાઉ સામેના જૂથના ઈસમોએ સાથે મનદુઃખ ઝઘડો થયો હતો તે જૂની વાતનો રોષ રાખીને ગેરકાયદેસર મંડળી રચીને ઈરફાન, રવિ, રોહિત અને સાહિલ દ્વારા તેમના પતિને પેટ અને પીઠના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા જ્યારે ડેનિસ, હાર્દિક અને આરીફ દ્વારા લાકડાના ધોકા વડે તેમના પતિ રહેમભાઈ વિરમાણીને માર મારવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા ઉપરોક્ત સાત શખ્સો પૈકી ઈરફાન કરીમ પારેડી મિંયાણા (૨૩) રહે.શિવ સોસાયટી સાયન્ટીફીક રોડ, ડેનિસ કિશોર કથરેચીયા જાતે મિસ્ત્રી (૨૩) રહે.કાલીકા પ્લોટ હલ રાજકોટ, હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપક ગોહેલ જાતે ઓડ (૧૯) રહે.કાલીકા પ્લોટ, રોહિત જીવણદાસ દુધરેજીયા બાવાજી (૨૦) રહે.કાલીકા પ્લોટ અને આરીફ ઈકબાલ ફલાણી સંધી (૨૨) રહે.કાલીકા પ્લોટની ઉપરોત ખુનની કોશીસના ગુનામાં ધરપકડ કરેલ છે અને બાકીના બેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રિલોકધામ સોસાયટી નજીક રહેતી નેહાબેન જગદિશભાઈ નિમાવત નામની ૨૯ વર્ષીય યુવતીને છાતી અને ગળાના ભાગે દુખાવો (ગભરામણ) થતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના ભારતપરા વિસ્તારમાં રહેતા પાયલબેન સુરેશભાઈ રાઠોડ નામના ૩૮ વર્ષીય મહિલાને માળીયા હાઈવે ઉપર વિદરકા ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વૃદ્ધા સારવારમાં
કચ્છ જીલ્લાના ગાંધીધામના વતની ભનીબેન રણછોડભાઈ ભીમાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના નારસીંગ ભેરૂપાડા વિસ્તારમાં રહેતો રાકેશ નારસિંગ ડામોર નામનો યુવાન મોરબીમાં પોતાના શેઠની સાથે બાઈકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો.
