વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્રારા વિવિધ મોરચાના પ્રભારી નિમાયા, સોશિયલ મીડિયા ટીમ દ્વારા બેઠકનું આયોજન, સભ્ય નોંધણી


SHARE









મોરબીમાં ભાજપ દ્રારા વિવિધ મોરચાના પ્રભારી નિમાયા, સોશિયલ મીડિયા ટીમ દ્વારા બેઠકનું આયોજન, સભ્ય નોંધણી

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સિદ્ધાર્થભાઇ પટેલ અને સહ ઇન્ચાર્જ મનનભાઇ દાણીની સૂચના અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ જીતુભાઇ પાઘડાળનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા સોશિયલ મીડિયા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.બેઠકમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સોશિયલ મીડિયા કારોબારી સભ્ય પારસભાઈ સોની તેમજ કિશનભાઇ પરમાર તથા જીલ્લા સોશિયલ મિડીયા ઇન્ચાર્જ જતીનભાઈ ફૂલતરીયા તથા વિધાનસભા ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તેમજ મંડળ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સોશિયલ મીડિયાની ઉપયોગીતા અને અગત્યતા વિષે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકમાં એનએફસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

મોરબી શહેર ભાજપ દ્વારા પણ આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન અપવામાં આવ્યુ હતુ. મીટીંગમાં હાજર મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલીકા ચેરમેન બ્રિજેશભાઈકુંભરવાડીયા, બોટાદના પ્રભારી મંજુલાબેન દેત્રોજા, મોરબી શહેર સંગઠનની ટીમ તમામ કાઉન્સિલરો, યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઇ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા,જયેશભાઈ ડાભી,અજયભાઈ કોટક, અરૂણભાઈ રામાવત, મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા તમામ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.તેઓ દ્રારા સદસ્યતા નોંધણી અભીયાન પણ હાથ ધરવામાં આવ્યુ હતુ.

જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રભારીઓની નિમણૂક


પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ મોરબી જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં કિસાન મોરચાના પ્રભારી તરીકે જસુબેન પટેલની, મહિલા મોરચામાં કાજલબેન ચંડીભમરની, યુવા મોરચામાં ભાવિનીબેન ડાભીની, અનુસૂચિત જાતિ મોરચામાં રસિકભાઈ વોરાની અને બક્ષીપંચ મોરચામાં ગાંડુભાઈ ધરજીયાની વરણી કરવામાં આવેલ છે.




Latest News