વાંકાનેરના હસનપરમાં માસીના ઘરે ભણેજે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરના ધમલપર પાસે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE









વાંકાનેરના ધમલપર પાસે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
વાંકાનેર નજીક આવેલ ધમલપર પાસે મેલડી માતાજીના મંદિર નજીકમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળ્યા હોય ૫૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરની નજીકમાં આવેલ ધમલપર ફાટક પાસે મેલડી માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે રાજભાઈ અશોકભાઈ ધામેચા, મનીષભાઈ જગદીશભાઈ સુરેલા, રાહુલભાઈ અશોકભાઈ ઝિંઝુવાડીયા અને રોહિત રસિકભાઈ કાંજીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે
દેશી દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાંથી પસાર થતી રિક્ષાને રોકવા માટે પોલીસે પ્રયત્ન કર્યો ત્યારે રિક્ષાચાલક રીક્ષા છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે રિક્ષા ચેક કરતા રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૪૦૨૪ માંથી ૭૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૪૦૦ નો દારૂ અને ૪૦ હજાર રૂપિયાની કિંમતની રિક્ષા આમ કુલ મળીને ૪૧૪૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને સીએનજી રીક્ષા ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
