મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત
SHARE









મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલમાં હાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં આવતી માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની ત્રણ બ્રાંચ કેનાલ આવેલ છે. જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજ, પૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પણ પાણી આપવા વિનતી કરેલ છે
અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે. અને આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી. લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩ મી. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે સરકારના રેકોર્ડમાં હશે અને અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો પણ ખેડૂતોને કેનાલ મારફતે પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં નર્મદા ડેમ ભરેલ છે અને તે પાણી ખેડૂતોને નહીં આપવામાં આવે અને પછી વરસાદનું પાણી આવશે તે દરિયામાં વહી જશે જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરેલ છે
