મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત
મોરબીના રાજપર રોડે બાઇક આડે આખલો ઉતરતા અકસ્માત: બેને ઇજા
SHARE









મોરબીના રાજપર રોડે બાઇક આડે આખલો ઉતરતા અકસ્માત: બેને ઇજા
મોરબી તાલુકાના રાજપર રોડ ઉપરથી સનાળા ગામ તરફ જતાં બાઇકની આડે આખલો ઉતર્યો હતો જેથી કરીને બાઈક પર જતા બે વ્યક્તિઓ પડી જતા ઇજા થઇ હતી માટે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રાજપર ગામથી સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી મારુતી હોટલ પાસેથી બાઇક લઇને ભૂપેન્દ્રભાઈ રામજીભાઈ સવસાણી (ઉંમર ૬૦) અને લાલસીંગ મછાર (ઉમર ૨૭) રહે નસીતપર વાળા પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકની આડે આખલો ઉતર્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવા ભુપેન્દ્રભાઈ તથા લાલસીંગભાઇને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેર નજીકના રાતીદેવડી ગામે રહેતા ઇલ્મુદિનભાઈ ઉસ્માનભાઈ માથકિયા (ઉમર ૩૭) પોતાનું બાઇક લઇને ગામ પાસેથી જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને ઇજા થવાથી dઇલ્મુદિનભાઈને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની જાણ અહીની પોલીસને કરવામાં આવતા મોરબી પોલીસે બનાવની નોંધ કરી વાંકાનેર પોલીસને બનાવની જાણ કરેલ છે
