મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા જવાની વાતમાં યુવાન અને તેની પત્ની ઉપર માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો


SHARE

















મોરબીમાં અલગ રહેવા જવાની વાતમાં યુવાન અને તેની પત્ની ઉપર માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના પત્ની ઉપર તેની જ માતા, ભાઈ અને બહેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય યુવાન તેમજ તેની પત્નીને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.સારવાર લીધા બાદ ભોગ બનેલ ધર્મેન્દ્ર બાબુભાઈ પરમાર (૨૩) રહે.નવલખી રોડ લાઇન્સનગર મેઇન રોડ વાળાએ સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતે તથા પોતાના પત્ની ટીસાબેન ધર્મેન્દ્રભાઈ પરમાર (૨૩) બંને અલગ રહેવા જવા ઈચ્છતા હોય તે વાતને લઈને ઝઘડો થયો હતો અને તેઓ અલગ રહેવા ગયા હોય તેઓના કપડાં લેવા માટે તેઓ પોતાના ઘેર ગયા ત્યારે તેમની માતા કમળાબેન બાબુભાઈ પરમાર, ભાઈ મયુર બાબુભાઇ પરમાર અને બહેન શ્રુતિબેન બાબુભાઈ પરમાર ત્રણેયે પોતાને તથા પોતાની પત્ની ટીસાબેનની સાથે બોલાચાલી બાદ ઝઘડો કર્યો હતો અને બંનેને મુઢ માર પણ મારવામાં આવ્યો હતો.હાલ ભોગ બનેલ ધર્મેન્દ્રભાઈની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા દ્વારા તેમની માતા કમળાબેન, ભાઈ મયુર અને બહેન શ્રુતિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.




Latest News