માળીયા (મી)ના રોહિશાળા પાસે બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત
હળવદ તાલુકાનાં ખેડૂતોને નર્મદની કેનાલમાંથી સિંચાઇનું પાણી આપવાની કોંગ્રેસની માંગ
SHARE









હળવદ તાલુકાનાં ખેડૂતોને નર્મદની કેનાલમાંથી સિંચાઇનું પાણી આપવાની કોંગ્રેસની માંગ
હળવદ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને પોલીસ મથકમાં વધુ પોલીસ સ્ટાફ મૂકવામાં આવે તેમજ નર્મદાની ખાલી પડેલી કેનાલમાં નર્મદાનું પાણી ખેડૂતો સિંચાઇ માટે લઈ શકે તે રીતે છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે મામલતદાર કચેરી પાસે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે પરંતુ ત્રણેય કેનાલોમાં હાલમાં નર્મદાનું પાણી આવતું નથી જેથી કરીને ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિ ન હોય કોંગ્રેસના આગેવાનો દ્વારા આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણેય કેનલોમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકે તે રીતે સિંચાઈનું પાણી છોડવા માટે માંગ કરવામાં આવી છે તેની સાથોસાથ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા દિવસોમાં જે રીતે ચોરીની ઘટનાઓ બની છે ત્યારે હળવદ તાલુકાના ૭૦ થી વધુ ગામોની અંદર રહેતા લોકો તેમજ શહેરી વિસ્તારની અંદર રહેતા લોકોની સલામતી માટે હળવદ તાલુકામાં પોલીસ સ્ટાફની વર્તમાન સ્ટાફ છે તેમાં વધારો કરવામાં આવે અને વધુ પોલીસ ફોર્સ હળવદ તાલુકામાં મૂકવામાં આવે તેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ સમયે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન હેમંતભાઈ રાવલ, કોંગ્રેસનાં આગેવાન ડો. રાણા તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા
