મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઇ.કોલેજ રોડે યુવાનને આંતરીને સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર બેની ધરપકડ


SHARE









મોરબીમાં એલ.ઇ.કોલેજ રોડે યુવાનને આંતરીને સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર બેની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા ગોડાઉનેથી યુવાન તેના બાઇક ઉપર પોતના ઘર તરફ જતો હતો ત્યારે બુલેટમાં આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા યુવાનને એલ.ઇ.કોલેજ રોડ ઉપર રોકવામાં આવ્યો હતો અને ત્યારે યુવાને હલામાં પહેરેલા સોનાના પોણા તોલાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓ તેનું બુલેટ લઈને નાશી ગયા હતા જેથી યુવાને મોરબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીના લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૧ માં રહેતો ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા જાતે પટેલ (૨૨) નામનો યુવાન થોડા દિવસો પહેલા રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં પોતાના ગોડાઉનેથી પોતાનુ મોટર સાયકલ લઈ ઘરે જતો હતો ત્યારે એલ.ઈ.કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવના મંદીર પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમ્યાન કાળા કલરનુ બ્લૂ ટાંકી વાળુ બુલેટ લઈને બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને ફરિયાદી યુવાનનું મોટર સાયકલ ઉભુ રખાવીને ફરીયાદીએ ગળામા પહેરેલ પોણા તોલાનો સોનાનો ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને આરોપીઓ તેનું બુલેટ લઇ નાશી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ૩૫,૦૦૦ ના સોનાના ચેનની ચિલઝડપની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ચિલઝડપ કરનાર બન્ને આરોપીઓ બુલેટ ઉપર લાલપર પાસેથી નીકળવાના હોવાની બાતમી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપીઓ તુફેરભાઈ હમીદભાઈ કચ્છી અને શબ્બીર રફીકભાઈ કુરેશી રહે. બન્ને મોરબી વાળાઓને બુલેટ અને ચોરાઉ ચેન સહિત કુલ ૨.૩૫ લાખના મુદામાલ સાથે પકડી પડેલ છે




Latest News