મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા


SHARE







મોરબીમાં ૨૨૩ સખી મંડળોને ૩૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ સ્વબળે આગળ વધે, પુરુષ સમોવડી બની પરિવારમાં આર્થિક સમૃદ્ધિ લાવે તેવા ગુજરાત સરકારે પ્રયત્નો કર્યા છે. કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જયંતીભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બહેનોની ચિંતા કરતા આવ્યા છે અને તેમણે ‘નારી તું નારાયણી’ સુત્રને સાર્થક કર્યું છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હંસાબેન પારેધીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારની બહેનોને સ્વરોજગારી પુરી પાડી ગરીબીમાંથી બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (DAY-NRLM) ૨૦૨૨-૨૩ અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં ૨૪૦ સખીમંડળોને કુલ રૂપિયા ૩૬૧ લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવી હતી. તેમજ ૨૨૩ સખીમંડળોને ૩૪૪ લાખ રકમની સી.સી. લોન ધિરાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ૧૪ જેટલા સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો મહાનુભવોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર,  કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા, શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, કિશોરભાઈ ચીખલિયા, વાઘજીભાઈ ડાંગરોચા, નથુભાઈ કડીવાર, રવજીભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ અને સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News