મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ દુકાનદાર પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ: એક આરોપી કબજામાં
વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ
SHARE









વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ
વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મૃતક પરિણીતાના પતિ અને સાસુની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાગંધ્રામાં કામદાર સંધ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણી જાતે મીયાણા મુસ્લીમ (૬૦)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હમીદભાઇ હબીબભાઇ મોવર અને હસીનાબેન હબીબભાઇ મોવર રહે. બંને વાંકાનેર વીશીપરા મચ્છુ નદી કાઠે ડબલચાલી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી રોશનબેન (ઉંમર ૨૨)ના ચાર મહિના પહેલા જ હમિદભાઈની સાથે લગ્ન થયા હતા અને તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને તેને આપઘાત કરી લીધો હતો છેલ્લા ચાર માસના દાંમ્પત્ય જીવનમાં આરોપીઓએ ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનશીક અને શારીરીક દુ:ખત્રાસ આપ્યો હતો અને તેના સાસુએ તેણીના પતીને ચડામણી કરીને માર ખવડાવીને ત્રાસ આપ્યો હતો જેથી કરીને કંટાળી જઈને તેની દીકરીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી ચુંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો હાલમાં આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે
