મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE

















મોરબીના લાલપર પાસેથી ૪૦ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ હોટલ નજીકથી પસાર થઇ રહેલા બાઇકને રોકીને પોલીસે ચેક કરતાં તે બાઈક ચાલક પાસેથી ૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૩૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક મળીને ૫૧૦૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે વર્ધમાન હોટલ પાસેથી પસાર થઇ રહેલ બાઇક નંબર જીજે ૩૬ એડી ૯૫૪૫ ને પોલીસે રોકીને ચેક કરતાં તે બાઈક ચાલક પાસેથી ૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને ૩૫ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૫૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે કિરીટ ઉર્ફે કાનો વિનોદભાઈ સાવરીયા (ઉંમર ૨૧) રહે. કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ મફતીયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી હાલમાં મળી આવેલ ૪૦ બોટલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લઈને આવ્યો હતો અને કોને આપવા માટે જવાનો હતો તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ
માળીયા તાલુકાના રાસંગપર ગામે તળાવ પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૧૫મી રાખવો તેમજ ચાર મિત્ર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને 310 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે મામદ ભાઈ માંદો રહીમભાઈ જામ ઉંમર વર્ષ 33 રહે હો બાબા વિસ્તારમાં વાળા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે

દેશી દારૂ
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ની સીમ થી લિંબાળા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે ત્યાંથી તૈયાર દેશી દારૂ લિટર અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 15 liter રાખો અને ભઠ્ઠીના સાધનો મળીને 270 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જેરામભાઈ રાણા ભાઈ સોલંકી જાતે કોળી ઉંમર ૪૫ વર્ષ જૂના રાજાવડલા વાળાની પોલીસે ધરપકડ કરી છે




Latest News