મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ દુકાનદાર પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ: એક આરોપી કબજામાં


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ દુકાનદાર પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ: એક આરોપી કબજામાં

મોરબી જીલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ સહિતના બનાવો છેલ્લા દિવસો ચિંતાજનક રીતે વધારો થયો છે તેવામાં ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં આવેલા બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને તેની પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ કરવામાં આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં આ બનાવમાં દુકાનદારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને એક આરોપી પોલીસના કબજામાં હોવાનું જાણવા મળેલ છે

મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની અનેક ઘટનાઓ બનેલ છે તેવામાં દિન દિવસે ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપર સિટી પલ્સ મોબાઈલ નામની દુકાનમા બે બુકાનીધારી શખ્સો મોબાઈલમાં ગ્લાસ નાખવા માટે આવ્યા હતા અને દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો ત્યાર બાદ દુકાનનો કાચનો દરવાજા બંધ કરીને દુકાનદારને બંદૂક બતાવી હતી અને “જીતના પૈસા હો ઉતના નિકાલો” કહ્યું હતું અને દુકાનદાર મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ તેને ૨૫૦૦૦ રૂપિયા ટેબલના ખાનામાંથી કાઢી આપ્યા હતા જેની લૂંટ કરીને બંને શખ્સો નાસી રહ્યા હતા ત્યારે દુકાનદારે પથ્થરના ઘા કરતા લૂંટારુઓએ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા

આ બનાવમાં પોલીસે ચકમપર ગામે રહેતા દુકાનદાર મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ફરિયાદ લઈને લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેથી કરીને તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરેલ છે અને જે બે શખ્સો  દ્વારા લૂંટ કરવામાં આવી હતી તે પૈકીનો એક શખ્સ બનાવના સ્થળની પાસે જ બાવળની જાળીમાંથી કઈ ગઇકાલે મોડી સાંજે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરી હતી ઉલેખનીય છે કે ચાર દિવસ પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ક્રાઇમ રેડ ઘટ્યો છે જો કે, ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ કરીને ગૃહમંત્રીને પણ લુટારુઓએ ખોટા પડ્યા હોય તેવો ઘાટ મોરબીમાં સર્જાયો છે






Latest News