મોરબીમાં કુબેર ટોકીઝ સામેથી બાઈકની ચોરી
SHARE









મોરબીમાં કુબેર ટોકીઝ સામેથી બાઈકની ચોરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝ સામેના ભાગમાંથી બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર ભડિયાદ કાંઠા પાસે જવાહર સોસાયટીમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ વાણોલ (ઉંમર ૩૧) એ હાલમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ સામેની બાજુમાં આવેલ સુફિયાન ગેરેજ પાસે લારીની બાજુમાં તેઓએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કયું ૧૦૪૮ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનો બાઇક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયો છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
યુવાન સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો હિરેનગીરી જયેન્દ્રગીરી ગોસ્વામી નામનો ૩૦ વર્ષીય યુવાન વાંકાનેર જતો હતો ત્યારે રસ્તામાં ઇબીજા સિરામિક નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી તેને અહીંની સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં અમરસરના ફાટક નજીક રહેતા ધીરૂભાઈ બીજલભાઈ અદગામ નામના ૫૪ વર્ષીય આધેડને ગત તા.૧૧-૬ ના રોજ તેમના ઘેર અજાણ્યા લોકો દ્વારા લાકડી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જેથી પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાયોટિંગના ગુનામાં ધરપકડ
મોરબીના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં કાલીકા પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તે બનાવવામાં હાલમાં પીએસઆઇ આર.પી.રાણા દ્વારા ઇમરાન મામદ પલેજા જાતે સંધિ (૩૨) રહે.હુશૈનીચોક કાલીકા પ્લોટ મોરબી વાળાની રાયોટીંગ સહીતની કલમો હેઠળ અટકાયત કરી હતી.જ્યારે મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા જુગારના ગુનામાં આકાશ ઉર્ફે લાલો સુનિલ કાથરાણી જાતે લોહાણા રહે.રાજકોટ રૈયા રોડ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
