મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા પતિએ વતનમાં જવાનું કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE

















મોરબીમાં રહેતા પતિએ વતનમાં જવાનું કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના કાયાજી પ્લોટ શેરી નં-૨ માં આવેલ પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર આવેલ બાથરૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળના સુરકેત જિલ્લાના ગુડુ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં શેરી નં-૨ માં આવેલ પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા શંકર સુની મણિરામ સુની (ઉંમર ૩૫) ના પત્ની પાર્વતીબેન (ઉંમર ૩૦) એ પોતાના ઘરની અંદર બાથરૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ શંકર સુની સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ જે.એ.ઝાલા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક મહિલાના પતિએ વતનમાં જવાનું કહ્યું હતું અને મહિનાને વતનમાં જવું ન હતું જેથી કરીને તેને આપઘાત કરી લીધેલ છે અને મહિલાએ આપઘાત કરી લેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે

વરલી જુગાર
માળીયામીયાણામાં પોસ્ટ ઓફિસ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સલીમભાઈ કાસમભાઈ સંધવાણી (ઉંમર ૪૯) ને પોલીસે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર
ટંકારા હાઈવે રોડ ઉપર દેવચંદબાપાની હોટલ પાસે વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી અસલમશાહ રમજુશા શાહમદાર જાતે ફકીર (ઉમર ૨૫) રહે. હરબટીયાળી ગેબનશા પીરની દરગાહ પાછળ વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે એક હજારનો મોબાઈલ અને ૧૪૫૦૦ રોકડા આમ કુલ મળીને ૧૫૫૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે

વરલી જુગાર
મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુગારની મોરબી ભડીયાદ રોડ ઉપર ભડીયાદ કાંટા પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા અકબરઅલી જાફરઅલી બગતરિયા જાતે ખોજા (ઉંમર ૬૪) રહે. લોહાણાપરા શેરી નં-૧ મોરબી તથા અફઝલ ઉર્ફે અકબરભાઈ સિપાહી રહે. સોઓરડી વાળા પાસે કપાત કરવતો હતો જેથી પોલીસે ૧૦૬૦૦ ની રોકડ કબજે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News