વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે સિરામિક કારખાના કવાર્ટરમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE

















મોરબીના ઉંચી માંડલ પાસે સિરામિક કારખાના કવાર્ટરમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૨૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે મારબીલીનો સિરામિક કારખાનું આવેલ છે જે કારખાના લેબર કવાર્ટરમાં રહેતા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસના ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કવાર્ટરમાંથી ૨૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩૫૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મૂળ માણાવદર તાલુકાના વડા ગામના રહેવાસી અને હાલમાં મારબીલીનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા જગદીશ ગોવીંદભાઇ મારૂ જાતે આહીર (ઉંમર ૨૪) ની ધરપકડ કરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેઠવા, પંકજ ગુઢડા, રમેશભાઈ મુંધવા, કેતનભાઇ અજાણા અને જયદીપભાઇ પટેલ સહિતના દ્વારા કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા હરેશભાઈ ભુપેન્દ્રભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ નામના ૩૦ વર્ષીય યુવાને ભૂલથી કોઈ પાવડર પી લેતા તેને અસર થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.બાદમાં તેણે પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે રાતે વધુ પડતુ જમાઈ ગયેલ હોય મોડીરાતે છાતીમાં બળતરા થતી હોય ઇનો સમજીને ઘરમાં પડેલ ઘંઉમાં નાખવાનો પાવડર ભૂલથી પીવાઇ ગયો હતો..! જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા છગનભાઈ ડુંગરભાઇ સનારીયા નામના ૭૬ વર્ષીય વૃદ્ધ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ઘર નજીક શેરીમાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાલપર ગામે રહેતો સાગર ગીરીશભાઈ નિરંજની નામનો ૨૬ વર્ષીય યુવાન લખધીરપુર રોડ ઉપર રેમ્બો લેમીનેટ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઇજાઓ થવાથી સાગરને સારવારમાં ખસેડાયો હતો. તેમજ મોરબીના નેશનલ હાઈવે ઉપર આવેલા સિરામિક સિટીમાં રહેતા વિક્રમ રામબાબુ ટાંક (૨૬) અને આકાશ અશાંકભાઈ દત્ત (૨૪) નામના બે યુવાનો લાલપર ઓનેસ્ટ હોટલ નજીકથી બાઇકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થતાં બંનેને ઇજાઓ થતાં તેઓને પણ સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News