વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ


SHARE

















મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર તેના ઘેર સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં તેણીને સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જીવતીબેન ઉમેશભાઈ વાઘેલા નામની ૩૫ વર્ષીય મહિલાએ તેના ઘેર સાડી વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.દરમિયાનમાં જાણ થઇ જતાં તેણીને બેભાન હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલ ખાતે હાલમાં સારવારમાં ખસેડવામાં આવી છે.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પરણીતાનો લગ્નગાળો દસેક વર્ષનો છે અને બે સંતાન છે હાલ તે બેભાન હોવાના કારણે બનાવ ક્યાં કારણોસર બન્યો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં

હળવદનાં ચરાડવા ગામે રહેતા ડુંગરભાઇ શંકરભાઈ મકવાણા નામનો ૧૩ વર્ષીય સગીર દિનેશભાઈની વાડીએ રમતા રમતા ઝેરી દવા પી જતા અસર થઇ ગઇ હતી તેથી તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના વાવડી ગામે રહેતો આગમભાઇ શૈલેષભાઈ જોષી નામનો ૩૧ વર્ષીય યુવાન મોરબીના સામાકાઠે માળીયા ફાટક બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે ત્યાં અજાણ્યા કારચાલકે તેને હડફેટે લેતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મશીનમાં હાથ આવી જતાં સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસેના ઓમશિવ પ્લાસ્ટિક નામના યુનિટમાં કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જવાથી સુભાન મેથુભાઈ સિંગાળ નામના ૩૦ વર્ષીય ત્યાં રહેતા મજુર યુવાનને કારખાનાના ગીતેશભાઈ રૈયાણી દ્વારા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.હાલ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીમાં કેનાલ રોડ ઉપર વનરાજ ટાઇલ્સની પાસે મેઘાણીની વાડીમાં રહેતો અશોક નારણભાઇ ડાભી નામનો ૩૮ વર્ષીય યુવાન ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે પડી જતા ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.




Latest News