મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ
મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ લૂંટ કરનારા બંને આરોપી પોલીસના કબજામાં: પિસ્તોલ પણ જપ્ત
SHARE









મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ લૂંટ કરનારા બંને આરોપી પોલીસના કબજામાં: પિસ્તોલ પણ જપ્ત
મોરબી જીલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ સહિતના બનાવો છેલ્લા દિવસો ચિંતાજનક રીતે વધારો થયો છે તેવામાં ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં આવેલા બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને તેની પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ કરવામાં આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં આ બનાવમાં દુકાનદારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં બંને આરોપી પોલીસના કબજામાં હોવાનું જાણવા મળેલ છે
મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની અનેક ઘટનાઓ બનેલ છે તેવામાં દિન દિવસે ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપર સિટી પલ્સ મોબાઈલ નામની દુકાનમા બે બુકાનીધારી શખ્સો મોબાઈલમાં ગ્લાસ નાખવા માટે આવ્યા હતા અને દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો ત્યાર બાદ દુકાનનો કાચનો દરવાજા બંધ કરીને દુકાનદારને બંદૂક બતાવી હતી અને “જીતના પૈસા હો ઉતના નિકાલો” કહ્યું હતું અને દુકાનદાર મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ તેને ૨૫૦૦૦ રૂપિયા ટેબલના ખાનામાંથી કાઢી આપ્યા હતા જેની લૂંટ કરીને બંને શખ્સો નાસી રહ્યા હતા ત્યારે દુકાનદારે પથ્થરના ઘા કરતા લૂંટારુઓએ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા
આ બનાવમાં પોલીસે ચકમપર ગામે રહેતા દુકાનદાર મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ફરિયાદ લઈને લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેથી કરીને તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરેલ છે અને જે બે શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી હતી તે પૈકીનો એક શખ્સ બનાવના સ્થળની પાસે જ બાવળની જાળીમાંથી કઈ ગઇકાલે મોડી સાંજે મળી આવ્યો હતો અને ત્યાર બાદ બીજો આરોપી પણ મળી આવેલ છે અને તેની પાસેથી પિસ્તોલ પણ કબજે કરી લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે જેથી પોલીસે તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરી છે
