મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાંતિવન, હડમતીયા અને ફડસર સહિતની સરકારી શાળાઓમાં શાળા પ્રેવેશોત્સવ ઉજવયો


SHARE

















મોરબી જીલ્લામાં શાંતિવન, હડમતીયા અને ફડસર સહિતની સરકારી શાળાઓમાં શાળા પ્રેવેશોત્સવ ઉજવયો

મોરબી જિલ્લાની જુદીજુદી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ નવા પ્રવેશ લેતા બાળકોને આવકારવા માટે સરકાર દ્વારા શાળા પ્રેવેશોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં પણ અધિકારી અને પદાધિકારીઓની હાજરીમાં શાળા પ્રેવેશોત્સવ ઉજવવામાં આવ્યા હતા

શાંતિવન પ્રાથમિક શાળા

મોરબી અમરેલી ગ્રામ પંચાયત હેઠળ આવતી શાંતિવન પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલભાઈ મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચરની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધો. ૧ માં પ્રવેશ મેળવનાર ૪૪ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તેની સાથોસાથ શાળામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને ૧૦૦ ટકા હાજરી આપનાર બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા અમરેલી ગ્રામ પંચાયતના બિનહરીફ સરપંચ ગેલજીભાઈ ખોડા તેમજ શાળાને છુટ્ટા હાથે દાન આપનાર શાળા નિવૃત્ત શિક્ષકો શિવલાલભાઈ કાવર, દિલીપભાઈ ભટ્ટી, લખમણભાઈ ભોજાણી, દામજીભાઈ વડાવીયા, ગુણુંભાઈ બાવરવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

હડમતીયા પ્રાથમિક શાળા

હડમતીયા કન્યા શાળા તથા કુમાર શાળાનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧ તથા બાલમંદિરના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે દાતા વામજા ચંદ્રમોલી હસુભાઈ તરફથી સ્કૂલબેગ, ભાવેશભાઈ તળશીભાઈ તરફથી ધો. ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નથુભાઈ કડીવાર તરફથી ટંકારા તાલુકામાં પ્રવેશપાત્ર ધો. ૧ ના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી હતી આ તકે સચિવાલયમાંથી વર્ગ-૧ના અધિકારી કુમારી એન.જે.  ચિતરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મામલતદાર કેતનભાઈ સખીયા, ભાજપ અગ્રણી કડીવાર નથુભાઈ, હડમતિયા સરપંચના પતી અને ગામના યુવા આગેવાન પંકજભાઈ રાણસરિયા, સી.આર.સી શૈલેષ સાણજા સહિતના હાજર રહ્યા હતા

ફાટસર પ્રવેશોત્સવ 

મોરબીના ફાટસર ગામની શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે  ફાટસર ગામનાં દામજીભાઈ રાઠોડ તથા જગદીશભાઈ રાઠોડ તરફથી દરેક વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ, સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તથા બે કમ્પ્યુટર અને એક ગોદરેજનો કબાટ આપવામાં આવેલ છે જેની કુલ કિંમત ૧,૨૩,૫૦૦ થાય છે જેથી કરીને શાળાના આચાર્ય નટવરભાઈ ચોટલીયા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો




Latest News