મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોની પુરવઠા અધિકારીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE

















મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોની પુરવઠા અધિકારીની હાજરીમાં મિટિંગ યોજાઇ

 મોરબી જિલ્લામાં પેટ્રોલ પંપના સંચાલકોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો નથી જેથી પેટ્રોલ પંપના સંચાલકો અને પોતાના પેટ્રોલ પંપ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર કંપનીને કહેવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ સંચાલકોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી હતી અને ભવિષ્યમાં લાઇસન્સ રિન્યૂ કરતાં સમયે પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓને હાજર રાખીને મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઇ નાથાભાઈ ડાભીની આગેવાની હેઠળ મીટીંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગની અંદર એચપી, બીપીસીએલ સહિતની કંપનીના પેટ્રોલ પંપ ધરાવતા પેટ્રોલ પંપ સંચાલકો હાજર રહ્યા હતા જો કે, મોરબી જિલ્લામાં નાયરા, રિલાયન્સ અને એસ્સાર કંપનીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલનો જથ્થો આવતો ન હોવાથી તે લોકોના પંપ ઉપર હાલમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દીધું છે જોકે એચપી અને બીપીસીએલ સહિતની કંપનીઓએમાંથી બેથી ત્રણ દિવસે માલ આવતો હોય છે જેથી માલ ન હોવાના કારણે ગ્રાહક દ્વારા ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ ન મળતું હોવાની ફરિયાદ કરે તો લાયસન્સ રીન્યુ કરવા સહિતના પ્રશ્નો પણ ભવિષ્યમાં ઊભા થાય તેવી શક્યતા છે જેથી પેટ્રોલ પંપના સંચાલકોને તેઓની ડિમાન્ડની સામે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને જો આઠ દિવસમાં અસરકારક કામગીરી પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ દ્વારા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેઓની સામે પણ પગલાં લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News