મોરબીમાં એચ.આઈ.વી. ગ્રસ્ત સગર્ભા અને ધાત્રી માતાને ન્યૂટ્રેશન કીટનું વિતરણ કરાયું
મોરબી પોલીસનું ગૌરવ: બે પોલીસ કર્મીઓએ માઉન્ટ એવરેસ્ટની તાલીમ પૂર્ણ કરી
SHARE









મોરબી પોલીસનું ગૌરવ: બે પોલીસ કર્મીઓએ માઉન્ટ એવરેસ્ટની તાલીમ પૂર્ણ કરી
મોરબી જીલ્લા પોલીસ બે કર્મચારીઓ જેમાં મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઇ ભુત તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ૨૪ કલાક જેટલા સમય સુધી સતત ચડાઇ કરી સમુદ્ર તળથી ૧૫૮૦૦ ફૂટ ઉંચાઇ ઉપર આવેલ મનાલી પિક, લદાખી પિક અને સેતીધાર પિકના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા છે.
મહિલા લોકરક્ષક ભુમીકાબેન ભુત અગાઉ પણ સતત ચાર વર્ષથી ગિરનાર પર્વત પર યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીતી ચુકેલ છે અને અત્યાર સુધીમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ઉતમ પ્રદર્શન કરી -૨૨ જેટલા ગોલ્ડ મેડલ, ૦૨ સિલ્વર મેડલ અને ૦૧ બ્રોન્ઝ મેડલ જીતીને મોરબી પોલીસનું ગૈારવ વધારેલ છે.પોલીસ કોન્સટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ અગાઉ ૨૦૧૯ની સાલમાં ટંકારા અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ હતી. ત્યારે પુરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલ બે બાળકોને પોતાના ખભે બેસાડી પોતાના જીવના જોખમે પુરમાંથી બહાર કાઢેલ હતા. જેમાં તેઓને અલગ અલગ સંસ્થાઓ તરફથી અનેક મેડલ મળી ચુકયા છે
