મોરબી પોલીસનું ગૌરવ: બે પોલીસ કર્મીઓએ માઉન્ટ એવરેસ્ટની તાલીમ પૂર્ણ કરી
મોરબી લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું
SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું
મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગત તા.૧૯ ને રવિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફક્ત રૂા. ૮૦ માં ૧૪૪ પેઇઝના ૭ ચોપડા આપવામાં આવ્યા હતા. જેમાં કોઈપણ જ્ઞાતિ, ધોરણના વિદ્યાર્થીઓને એક રીઝલ્ટ ઉપર એક જ સેટ આપવામાં આવ્યો હતો. અને લગભગ ૨૦૦૦ જેટલા ચોપડા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા તેમજ અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ એકદમ રાહત ભાવે આપવામાં આવેલ અને મહિલાઓને સેનેટરી પેડનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ પક્ષી પ્રેમીઓને ચકલીના માળા પણ ફ્રીમાં આપવામાં આવ્યા હતા. તદઉપરાંત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમીતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા લાયન્સ મેમ્બર્સ તથા તેમના પરીવારના સભ્યો મળીને ૫૦ જેટલા લોકોએ યોગ સેશનમાં ભાગ લીધો હતો.શિલપાબેન વિનુભાઈ અગરીયા કે જેઓ યોગા ટીચર છે અને ૫ વર્ષથી શ્રીકુંજ સોસાયટીમા યોગા કરાવે છે તેઓએ યોગાભ્યાસ કરાવ્યો હતો.
