મોરબી પાલિકામાં ટકાવારીના ખેલ ખુલ્લા પડ્યા બાદ કોંગ્રેસ કર્યું તાળાં બંધીનું એલાન: પ્રમુખનું રાજીનામુ માંગ્યું
SHARE









મોરબી પાલિકામાં ટકાવારીના ખેલ ખુલ્લા પડ્યા બાદ કોંગ્રેસ કર્યું તાળાં બંધીનું એલાન: પ્રમુખનું રાજીનામુ માંગ્યું
મોરબી પાલિકા પ્રમુખનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ટકાવારીની વાત કરવામાં આવી રહી છે અને કોઈ લાલો રૂપિયા લઈ ગયો હોવાનું પ્રમુખના પતિ કહી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખનું રાજીનામું માંગવામાં આવ્યું છે અને આગામી મંગળવારે પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબી પાલિકામાં હાલમાં કોઈ વિપક્ષ છે જ નહીં અને તમામ બેઠકો ઉપર ભાજપના જ સભ્યો ચૂંટાયેલા છે ત્યારે સમતોલ વિકાસ થશે તેવી લોકોને આશા હતી જો કે, પાલિકના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાની એક કમિટીના ચેરમેનના પતિ વચ્ચે પાલિકામાં ચાલતી ટકાવારીના ખેલને લઈને એક વીડિયો વાયરલથયો હતો અને પાલિકા પ્રમુખના પતિ ત્યારે કોઈ લાલો રૂપિયા લઈ ગયો હોવાનું કહી રહ્યા છે જેથી કરીને પાલિકામાં ટકાવારીના ખેલ કરનાર લાલો કોણ છે તે સવાલ ઊભો છે ત્યારે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને જે વાઇરલ વિડીયો છે તેની યોગી તપાસ કરવામાં આવે અને પાલિકા પ્રમુખનું રાજીનામુ માંગ્યું છે આટલું જ નહીં આગામી મંગળવારે કોંગ્રેસ દ્વારા પાલિકામાં ભ્રષ્ટાચાર મુદે તાળાં બાંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે
