મોરબીમાં ફોન ઉપર વધુ વાત કરવાની ભાવિ સાસુએ ના કહેતા યુવતી પહોચી આપઘાત કરવા !
ચોટીલા દર્શન કરવા જતાં યુવાનનું બાઇક સ્લીપ થતાં કૌટુંબિક સાળાનું મોત: દંપતી-ભાણેજને ઇજા
SHARE









ચોટીલા દર્શન કરવા જતાં યુવાનનું બાઇક સ્લીપ થતાં કૌટુંબિક સાળાનું મોત: દંપતી-ભાણેજને ઇજા
ખેડા જિલ્લાના લીંબાસી ગામેથી વાંકાનેર નજીક આવેલ ચોટીલા ખાતે માતાજીના દર્શન કરવા માટે યુવાન તેની પત્ની અને કૌટુંબિક સાળા સાથે આવ્યો હતો ત્યારે યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને દંપતી અને તેની ભાણેજને ઇજાઓ થયેલ હતો અને બાઇકમાં સાથે બેઠેલ કૌટુંબિક સાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયુ હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મહિલાની વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર બાઉન્ડ્રીથી નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજના વળાંકમાં ઠીકરીયાળી પાસે બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને બાઈકમાં જઈ રહેલ દંપતી તેમજ તેની ભાણેજ અને તેના કૌટુંબિક સાળાને ઈજાઓ થઈ હતી અને અકસ્માતના બનાવમાં વિક્રમ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માતનાં બનાવમાં ખુશીબેન ભરતભાઈ ડામોર (ઉંમર ૧૯) રહે. લીંબાસી જિલ્લો ખેડા વાળીની ફરિયાદ લઈને તેના પતિ ભરતભાઈ કિશોરભાઈ ડામોર (ઉંમર ૧૯) રહે. લીંબાસીની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, જીજે ૩૬ એન ૩૦૨૮ નંબરનું બાઇક લઇને તેઓ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ચોટીલા માતાજીનાં દર્શન કરવા માટે જવા પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ફરિયાદી ખુશીબેન તેની ભાણેજ રિયા અને તેના પતિ ભરતભાઇને ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના કૌટુંબિક ભાઈ વિક્રમભાઈને શરીરે વધુ ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મહિલાની ફરિયાદ લઈને તેના પતિની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના રેલવે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો તેની પાસેથી ૧૭૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને અનવરભાઇ આદમભાઈ સુમરા જાતે સંધિ (ઉમર ૬૫) રહે. ખાખરાળા ગામના જાપા પાસે વાળાની ધરપકડ કરેલ છે
