મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફોન ઉપર વધુ વાત કરવાની ભાવિ સાસુએ ના કહેતા યુવતી પહોચી આપઘાત કરવા !


SHARE

















મોરબીમાં ફોન ઉપર વધુ વાત કરવાની ભાવિ સાસુએ ના કહેતા યુવતી પહોચી આપઘાત કરવા !

મોરબીમાં ગઈકાલે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવતીની સગાઈ થઈ ગઈ હોય અને તે ફોન ઉપર પોતાના ભાવિ ભરથાર સાથે વધુ વાત કરતી હોય તે વાતને લઈને તેની ભાવિ સાસુએ ઠપકો આપ્યો હતો અને તે વાતનું મનમાં લાગી આવતા યુવતી રાત્રિના પોતાના ઘરેથી નીકળી ગઇ હતી અને પુલ ઉપર નદીમાં ઝંપલાવવા માટે જતી હતી તે દરમિયાનમાં પેટ્રોલીંગમાં રહેલ પોલીસ સ્ટાફ તેને જોઇ જતાં તેને પોલીસ મથકે લાવીને તેનું કાઉન્સિલિંગ કરીને તેણીના પરિવારને સોંપી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તથા સ્ટાફના દ્વારા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી પાયલબેન બાબુલાલ સુરેલા નામની અઢાર વર્ષીય યુવતી મોડીરાત્રીના દોડીને પાડાપુલ નજીકના રેલ્વેટ્રેક ઉપર જતી હોય અને આ પુલ ઉપરથી તે નદીમાં ઝંપલાવવાની હતી તે દરમિયાનમાં બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તથા સ્ટાફના રમેશ રાઠોડ, દશરથસિંહ જેઠવા, વિપુલ કણઝારીયા પેટ્રોલીંગમાં હોય તેઓને જાણ થઇ જતાં તેઓએ તે યુવતીને બચાવી હતી અને પોલીસ સ્ટેશનને લાવીને ૧૮૧ અભયમ સહિતનાઓએ તેણીનું કાઉન્સેલીંગનું કામ શરૂ કર્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે પાયલબેનની સગાઈ હળવદના રાતાભેર ગામે ધવલ દેવરાજભાઇની સાથે થયેલ હોય અને તે પોતાના ભાવિ પતિની સાથે સતત ફોનમાં વાત કરતી હોય તે વાતને લઈને તેની ભાવિ સાસુએ ઠપકો આપ્યો હતો તે વાત મનમાં લાગી આવતા તે અંતિમ પગલું ભરવાના ઈરાદે મોરબીના પાડા ઉપર રેલવે ટ્રેકની સાઈડમાં જતી હતી. દરમિયાનમાં પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશને જતો હતો અને તેની નજર પડી જતા તેને પોલીસ સ્ટેશન લાવીને આ પ્રકારનું પગલુ ન ભરવા માટે સમજાવી હતી અને તેના માવતરને બોલાવીને તેને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.




Latest News