ચોટીલા દર્શન કરવા જતાં યુવાનનું બાઇક સ્લીપ થતાં કૌટુંબિક સાળાનું મોત: દંપતી-ભાણેજને ઇજા
મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડેથી મચ્છુ નદીમાં ઝંપલાવી યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડેથી મચ્છુ નદીમાં ઝંપલાવી યુવાને કર્યો આપઘાત
મોરબીના મહેન્દ્ર રોડ ઉપર ભરાતી ગોલા બજાર પાસેથી યુવાને મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનો મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ભરાતી ગોલા બજાર પાસેથી યુવાને મચ્છુ નદીમાં ઝમ્પલાવ્યું હતું જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી માટે ૧૦૮ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે કરવામાં આવ્યું હતું જોકે સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનનું નામ યશપાલ રમેશભાઈ ચૌહાણ જાતે ખવાસ રજપુત (ઉંમર ૨૩) રહે. લાઇસન્સ નગર નવલખી રોડ મોરબી હોવાનું સામે આવ્યું છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
દેશીદારૂ
હળવદ તાલુકાના પલાસણ ગામથી ડેમ સાઈટ વિસ્તારમાં ગુંદા વાળા મેલડી માતાજી તરીકે ઓળખાતી સીમમાં દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી ૨૦૦ લીટર આથો મળી આવ્યો હોય ૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ માલ પ્રેમજીભાઈ દેવજીભાઈ ડેડાણીયા જાતે કોળી (ઉંમર ૪૦) રહે. પલાસણ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
દેશીદારૂ
હળવદ તાલુકાના કીડી ગામની સીમમાં ગોપાલભાઈ ઉઘરેજાની કબજા ભોગવટા વાળી જગ્યામાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો આથો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સ્થળ ઉપરથી ૫૫૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૧૦૦ રૂપિયાની કિંમતનો માલ જપ્ત કર્યો હતો અને ગોપાલભાઈ અવચરભાઈ ઉઘરેજા જાતે કોળી (ઉંમર ૩૦) રહે. જૂની કીડી વાળો હાજર મળી આવતા તેની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરે છે
