મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડેથી મચ્છુ નદીમાં ઝંપલાવી યુવાને કર્યો આપઘાત
મોરબીના શનાળા નજીક ત્રણ યુવાનો ઉપર હુમલો
SHARE









મોરબીના શનાળા નજીક ત્રણ યુવાનો ઉપર હુમલો
મોરબીના સનાળા ગામ પાસે આવેલ લાઇન્સ નગરમાં જીઇબીની કચેરી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સનાળા ગામ પાસે લાઇન્સ નગરની કચેરી નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહેન્દ્ર અંબાલાલ બારોટ (૨૬), પ્રફુલ ગોબરભાઇ વાઘેલા (૩૨) અને જયંતિ તડુંભાઈ થારુકિયા (૨૫) રહે. બધા જ કંડલા બાયપાસ પાસે લાઇન્સ નગર મોરબી વાળાને ઈજાઓ પહોંચતા ત્રણેયની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બાદમાં ઉપરોક્ત મારામારીના સંદર્ભમાં પ્રફુલ ગોબરભાઇ વાઘેલા જાતે દેવીપુજક (૩૨) એ નવઘણ મોહનભાઇ બાંભવા અને એક અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન \પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
દારૂના ચાર ચપલા
મોરબીના નવા ડેલા રોડ ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો દારૃ કબજે કર્યો હતો અને સલીમભાઈ હુસેનભાઇ આંબલીયા જાતે ઘાંચી (ઉંમર ૩૫) રહે. ઘાંચી શેરી વાળાની ધરપકડ કરેલ છે
ચાર બોટલ દારૂ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને રોકીને પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૪૦૦ રૂપિયાની કિંમતનો દારૃ અને બાઇક નંબર જીજે ૩૬ એડી ૪૩૮૦ જેની કિંમત ૨૫ હજાર રૂપિયા આમ કુલ મળીને ૨૬૪૦૦ ના મુદ્દામાલ સાથે કરી ગૌરાંગ ઉર્ફે ગૌરવ ભુપતપરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૨૨) રહે. મૂળ મહુવા હાલ નવા જાંબુડીયા વાળાની ધરપકડ કરેલ છે
દેશીદારૂ
ટંકારાની ખીજડીયા ચોકડીથી રાજકોટ મોરબી હાઇવે પરથી પસાર થતી સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ સીઇ ૨૩૩૩ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ચાર હજાર રૂપિયાની કિંમતનો દેશી દારૂ તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૦૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે ક્રિપાલ જેન્તીભાઈ સોલંકી જાતે દેવીપૂજક (ઉંમર ૨૧) રહે જારીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરી છે
