મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી ૧.૧૮ લાખથી વધુની કિંમતના મેંદાના ૮૫ કટાની ચોરી
મોરબી પાલિકાની પ્રી મોનસુન કામગીરી સામે સવાલ
SHARE









મોરબી પાલિકાની પ્રી મોનસુન કામગીરી સામે સવાલ
ગઇકાલે સાંજના સમયે મોરબીમાં મેઘરાજાનું આગમન થયું હતું અને ગણતરીની મિનિટોમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો પણ શહેરના રવાપર રોડ, શનાળા રોડ, રામચોક, ગાંધીચોક, ગ્રીનચોકના વિસ્તારો, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, મુખ્ય પરાબજાર વિસ્તાર, શાક માર્કેટ, નહેરુ ગેઇટ અને સાંમાકાંઠે કેટલાક વિસ્તારોમાં ચોમેર પાણી પાણી થઈ ગયું હતું જેથી પાલિકાની પ્રીમોનસુન કામગીરી સામે હાલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડે અને લોકોના ઘર કે દુકાનોમાં પાણી ઘૂસી જશે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે
