વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક સરતાનપર ચોકડીએ આંચકી ઉપડતાં યુવાનનું મોત


SHARE

















મોરબી નજીક સરતાનપર ચોકડીએ આંચકી ઉપડતાં યુવાનનું મોત

મોરબી નજીક આવેલ સરતાનપર ચોકડી પાસે મૂળ ઓરિસ્સાના રહેવાસી યુવાનને આંચકી ઉપડી હતી જેથી કરીને તેને સારવાર માટે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે મૂળ ઓરિસ્સાના મયુરભૂંજના રહેવાસી સબનકુમાર પુર્ણાચંદ મુર્મુ મોરબીની સરતાનપર ચોકડી પાસે હતા ત્યારે તેને આંચકી ઉપડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના લાલપર ગામ પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.હાલ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના માનસર ગામના વતની પ્રવિણભાઇ પરસોતમભાઈ મેઘાણી નામનો ૨૫ વર્ષીય યુવાન બાઈક લઈને આંદરણા ગામ પાસેથી જતો હતો ત્યાં ગૌશાળા નજીકથી તેના બાઇકની આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી જૂની રેલ્વે કોલોનીમાં રહેતો જય મુકેશભાઈ સિંચણાદા નામનો ૧૦ વર્ષીય બાળક પોતાની સોસાયટી વિસ્તાર પાસે સાયકલ લઇને રમી રહ્યો હતો ત્યારે તે તેની સાયકલમાંથી નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી નંદકિશોરભાઈ ચંદુલાલ જોશી નામના ૫૨ વર્ષીય આધેડ શહેરના શનાળા રોડ સરદાર બાગ પાસે પડી જતા તેઓને પણ ઈજાઓ થતા તેમને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News