વાંકાનેરમાં કાલે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મહાસામેલન: મોરબીથી લોકોને ઉમટી પાડવા લોહાણા સમાજની હાકલ
SHARE









વાંકાનેરમાં કાલે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મહાસામેલન: મોરબીથી લોકોને ઉમટી પાડવા લોહાણા સમાજની હાકલ
આવતીકાલે વાંકાનેરમાં ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા સર્વજ્ઞાતિ સામેલન બોલાવવામાં આવ્યું છે અને તેઓના તેમજ વાંકાનેર પાલિકાના મહિલા પ્રમુખ જયશ્રીબેન સેજપાલના સમર્થનમા યોજાનાર મહાસંમેલનમા ઉમટી પડવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ હાકલ કરી છે
મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના અગ્રણીઓની અગત્યની બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા બહોળી સંખ્યા મા મોરબી લોહાણા સમાજ ના વિવિધ રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત આવતીકાલ તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ વાંકાનેર મુકામે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર પાલીકાના પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન સેજપાલના સમર્થનમા મહાસંમેલન રાખવામા આવ્યું છે જેમાં ઉમટી પડવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ એકસુરે હાંકલ કરી છે. તે ઉપરાંત આગામી રવિવાર તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજ ની વિશાળ કાર તથા બાઈક રેલી ઉપરાંત લોહાણા સમાજના મહાસંમેલનનુ આયોજન કરવામા આવેલ છે તેના આયોજનના ભાગરૂપે લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકમા વિસ્તૃત ચર્ચા કરવા મા આવી હતી.
વાંકાનેર ખાતે યોજાનાર મહાસંમેલનમા જવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ સાંજે ૫ કલાકે મોરબી જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. તે ઉપરાંત આગામી તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર કાર તથા બાઈક રેલી સાંજે ૪ વાગ્યે શહેરના શ્રી જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી જુના બસસ્ટેશન-પરાબજાર-શાક માર્કેટ ચોક-ગાંધીચોક-વસંતપ્લોટ-શનાળા રોડ-નવા બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈનરોડ-બાપા સિતારામ ચોક-નરસંગ ટેકરી-રવાપર કેનાલ ચોકડી-લીલાપર કેનાલ રોડ સહીત ના શહેર ના રાજમાર્ગો પર ફરી વળી લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે. અને ત્યાં સમસ્ત લોહાણા સમાજનુ મહાસંમેલન રઘુવંશી ક્રાંતિ મંચના નેજા હેઠળ યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે તાજેતરમા લોહાણા મહિલા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરવા અંગે નોટીસ ફટકારવામા આવી છે ત્યારે ઠેર ઠેર રઘુવંશી સમાજમા રોષ ભભુકી ઉઠ્યો છે. ગુજરાતની ૧૬૨ નગરપાલીકાઓમાંથી માત્ર લોહાણા સમાજ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને જ નોટીસ શા માટે? સમસ્ત લોહાણા સમાજ ના રાજકીય પતનનો કારસો ઘડનાર પદડા પાછળ ના ખેલાડી કોણ? સહીત ના પ્રશ્નો ની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન તેમજ મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોરબી જીલ્લા ના રાજકારણ મા નવા જુની સર્જશે તેવુ રાજકીય પંડિતોનુ માનવુ છે.
