વાંકાનેરમાં કાલે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મહાસામેલન: મોરબીથી લોકોને ઉમટી પાડવા લોહાણા સમાજની હાકલ
મોરબીના આમરણમાં થયેલ મારામારીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીના આમરણમાં થયેલ મારામારીના ગુનામાં ચાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાનાં આમરણ ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસે પૂનમ પાનના ગલ્લા પાસે રખડતી ગાય ઝાડ ખાતી હતી જેથી કરીને દુકાનદારે ભરવાડ સમાજ વિશે જેમ તેમ બોલતા મારા મારી થયેલ હતી અને તેનું સમાધાન કરવા માટે બેલા(આમરણ) ગામે ગયા હતા અને ત્યાં પણ મારામારી થયેલ હતી અને બાદમાં સામસામી ફરિયાદો કરવામાં આવી હતી જે પૈકીની એક ફરિયાદમાં આરોપીઓને અગાઉ પકડી લેવામાં આવેલ હતા અને આજે સામેથી નોંધાવેલ ફરિયાદના આધારે ચાર આરોપીને પકડવામાં આવેલ છે.
આમરણ ડાયમંડનગરમાં રહેતા હર્ષિતભાઇ નાનજીભાઇ અઘેરા જાતે પટેલ (૩૪)એ મારા મારીના બનાવમાં દેવાભાઇ લાખાભાઇ ખીટ જાતે ભરવાડ, લાલજીભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ, રાજુભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ અને યોગેશભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ રહે. બધા બેલા (આમરણ) વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેની પાનની દુકાન પાસે વાવેલ ઝાડ રખડતી ગાય ખાતી હતી જેને તગડવા રસ્તે જતા માણસને હાકલ મારી હતી જે આરોપી આરોપી દેવાભાઇ ખીંટને નહીં ગમતા તેણે ફરીયાદી તથા નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા (૬૨) સાથે ઝઘડો કર્યો હતો અને નાનજીભાઇને માથાના ભાગે ઇંટથી ઇજા કરી હતી અને આરોપી લાલજીભાઇ દેવાભાઇ ખીંટએ ફરિયાદીને લોખંડના સળીયા વડે ડાબા હાથની હથેળીમાં તેમજ ડાબા ખભામાં ઇજા કરી હતી અને તેઓ સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આ ગુનામાં આરોપી દેવાભાઇ લાખાભાઇ ખીટ જાતે ભરવાડ (૫૨), લાલજીભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ (૨૬), રાજુભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ (૩૨) અને યોગેશભાઇ દેવાભાઇ ખીંટ જાતે ભરવાડ (૨૨) રહે. બધા બેલા (આમરણ) વાળાની ધરપકડ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના રણમલપુર ગામના વતની દેવકરણભાઈ કેશવજીભાઇ પારેજીયા નામના ૪૯ વર્ષીય આધેડ રણમલપુર ગામથી હળવદ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો જયેશ રમેશભાઈ સોલંકી નામનો ૪૭ વર્ષીય યુવાન છાત્રાલય રોડ ઉપરથી જતો હતો ત્યાં કોઈ રિક્ષા ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જોકે પોલીસ નિવેદન લેવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચી તે દરમિયાનમાં તે હોસ્પિટલ ખાતેથી રજા લીધા વિના ચાલ્યો ગયો હોવાનું જાણવા મળેલ છે..!
વૃદ્ધા સારવારમાં
માળિયા મિંયાણાના નવા અંજીયાસર ગામના વતની અમીનાબેન દાઉદભાઈ કટીયા જાતે મિંયાણા નામના ૮૪ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રના બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે વેણાસરથી માળીયા જતા સમયે તેઓ રસ્તામાં બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા
