મોરબી જીલ્લામાં શાળારૂપી ઉદ્યાનમાં બાળકુસુમોને મહેકતા રાખજો: બ્રિજેશભાઇ મેરજા
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નેચરલ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ
SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નેચરલ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મહેન્દ્રનગર ચોકડીથી નેશનલ હાઇવે તરફ જવાના રસ્તા ઉપરથી નીકળતી નેચરલ ગેસની પાઇપલાઇનમાં કોઈ કારણોસર ભંગાણ થયું હતું અને ગેસની લાઈન લિકેજ થઈ હતી જેથી કરીને થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો અને ગેસની લાઇનમાં ફૂલ પ્રેસર સાથે ગેસની સપ્લાય કરવામાં આવી આવતો હોય લાઇનમાં લીકેજ થવાના કારણે ગેસની લાઈનમાંથી ગેસ પ્રેસર સાથે નીકળતો હતો અને રોડ ઉપર કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો ત્યાર બાદ તાત્કાલિક આ બનાવની મોરબીમાં ગેસ કંપનીના અધિકારી અને કર્મચારીઓને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને જે ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું તેને ગેસનો પ્રવાહ બંધ કરીને તાત્કાલિક લાઇનને રિપેર કરવામાં આવી હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
