વાંકાનેર નજીક કારખાનામાં કામ કરતાં પડી જવાથી ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત
હળવદના માથક ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
SHARE









હળવદના માથક ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
હળવદ તાલુકાના માથક ગામે વાડીએ રહીને મજૂરીકામ કરતા આદિવાસી યુવાને કોઈ કારણો તલ અને ખડમાં નાખવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થતાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માથક ગામે ભરતભાઈ ડાયાભાઇ બારડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના ખડકલા ગામના રહેવાસી શૈલેષભાઈ કાનજીભાઈ તડવી જાતે ખિસલીયા આદિવાસી (ઉંમર ૩૦) એ તા, ૧૬/૬ ના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે પોતાની જાતે તલ અને ખડમાં નાખવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
