મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં કામ કરતાં પડી જવાથી ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE









વાંકાનેર નજીક કારખાનામાં કામ કરતાં પડી જવાથી ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

વાંકાનેર શહેર નજીક આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન અકસ્માતે પગ લપસતા નીચે પટકાયેલ પરણિતાને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી જેથી તેને વાંકાનેરથી જામનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજયું હતું જેથી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના માડાખેડા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર સીટીની બાજુમાં આવેલ મલ્ટી સ્ટોન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા હાબુભાઈ અન્ન કેરાડે જાતે ભીલના પત્ની સારિકા કેરાડે (૩૨) ગત તા. ૧૩/૫ ના રોજ સવારના સાત વાગ્યાના અરસામાં કારખાનાની અંદર પાઉડરની બોરી કાપવાનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપસતા નીચે પટકાતાં તેને શરીરે ઇજા થઇ હતી માટે તેને પ્રથમ વાંકાનેર ત્યાંથી મોરબી અને જામનગર સારવાર માટે લઈ ગયા હતા અને મહિલાને કરોડરજ્જુમાં ઈજા થઈ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી તેમ છતાં પણ સારવાર કારગત ન નિવડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મોત નીપજયું હતું અને અમદાવાદ સિવિલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને અકસ્માતના બનાવની જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News