વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મૂકો લાપસીના આંધણ: મોરબીની સિરામિક ટાઇલ્સ ઉપર યુએઇમા લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ


SHARE

















મૂકો લાપસીના આંધણ: મોરબીની સિરામિક ટાઇલ્સ ઉપર યુએઇમા લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ

દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિથી યુએઇ મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે યુએઇમાં વધુ  સારો વેપાર કરવાના દ્વારા ખૂલ્યા છે

મોરબીની સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસીના દેશો દ્વારા લગાવવામા આવેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી એવરેજ ૪૧.૮ ટકા અને નવી કંપની માટે ૧૦૬ ટકા છે જે ખુબ જ વઘુ હોવાથી તે દેશોમા ચાઈના સામે ટકવુ મોરબીના ઉદ્યોગકારોને મુશ્કેલ બની ગયું હતું જે બાબતે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાને સાથે રાખીને વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરવામાં આવી હતી અને સાસંદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતોને ઘ્યાનમા લઈ ભારત સરકાર દ્વારા કોમર્સ મિનિસ્ટ્રીએ યુએઇ સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમા સીરામીક ટાઈલ્સનો સમાવેશ કરતા યુએઇ ગવર્મેન્ટ દ્વારા સીરામીક ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવી છે જેથી કરીને મોરબી સિરામિક એસો.ના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ દ્વારા અહીના ઉદ્યોગકારો વતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલજી તેમજ સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનો આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરેલ છે




Latest News