મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાની જુદીજુદી સરકારી શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ યોજાયા
હદ કરી તંત્રએ: વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં યોજાનાર મહાસંમેલનની મંજૂરી છેલ્લી ઘડીએ રદ્દ
SHARE









હદ કરી તંત્રએ: વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં યોજાનાર મહાસંમેલનની મંજૂરી છેલ્લી ઘડીએ રદ્દ
રાજકીય નીચતાની પરાકાષ્ઠાનુ પ્રદર્શન કરતા લોહાણા સમાજના વિરોધીઓએ વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી અને તેના માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડની મંજુરી મળેલ હતી જે છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરી છે અને મહાસંમેલન રદ કરાવવા રાજકીય નિષ્ફળ કાવાદાવા કરવામાં આવેલ છે જો કે, આજની તારીખે જ વાંકાનેરમાં જીતુભાઈ અને પાલિકા પ્રમુખના સમર્થનમાં મહાસંમેલન યોજાશે તે નિશ્ચિત છે અને તેના સ્થળમા ફેરફાર કરાયો છે અને આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓને વાંકાનેર ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ સહીતની સંસ્થાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે
લોહાણા મહિલા અગ્રણી શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરી રઘુવંશી સમાજનુ રાજકીય પતન કરવાનો કારસો પક્ષના જ અમુક નેતાઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે ત્યારે રઘુવંશી સમાજને થતા અન્યાયના વિરોધમા લોહાણા સમાજ અને ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલના સમર્થનમા તા.૨૬-૬ ને રવિવાર સાંજે ૭:૩૦ કલાકે મહાસંમેલનનું વાંકાનેરમાં આયોજન કરવામાં આવ્યું છે તે સંમેલન માટે વાંકાનેર પાલીકાના ગ્રાઉન્ડની પૂર્વ મંજુરી મળી ગયેલ હતી પરંતુ લોહાણા સમાજના રાજકીય વિરોધીઓના પેટમા તેલ રેડાતા સતાનો દુરઉપયોગ કરી તંત્રને પોતાની કટપુતડી બનાવી છેલ્લી ઘડીએ મંજુરી રદ કરાવી સંમેલન રદ કરાવવાની નિષ્ફળ ચેષ્ઠા કરી છે પરંતુ મહાસંમેલન આજે જ યોજાશે અને જીતુભાઈ સોમાણી તથા સમસ્ત લોહાણા સમાજની તાકાત જોઈ હાર ભાળી ગયેલ વિરોધીઓને પાઠ ભણાવવામાં આવશે તેવું પણ કહેવામા આવ્યું છે અને આજે સાંજે આ મહાસંમેલન કિરણ સિરામીક, નિર્મલા સ્કુલથી આગળ, જડેશ્વર રોડ વાંકાનેર ખાતે યોજાશે વાંકાનેરના જીતુભાઈ સોમાણી સહીતના સમગ્ર રઘુવંશી સમાજનુ રાજકીય પતન ઈચ્છતા વિરોધીઓને પરચો બતાવવા ગામેગામથી સમસ્ત લોહાણા સમાજને વાંકાનેર ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ સહીતની સંસ્થાઓએ આહવાન કર્યુ છે
