વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

શિસ્ત બદ્ધ પાર્ટી સ્તબ્ધ!: વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં જીતુભાઈ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ-આગેવાન ઉપર કર્યા ગંભીર આક્ષેપ


SHARE

















શિસ્ત બદ્ધ પાર્ટી સ્તબ્ધ!: વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં જીતુભાઈ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ-આગેવાન ઉપર કર્યા ગંભીર આક્ષેપ

મોરબી જીલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે વાંકાનેર પાલિકામાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો નથી તેમ છતાં પણ તેને સુપરસિડ કરવા માટેના કાવતરા કરવામાં આવી રહ્યા છે જ્યારે મોરબી પાલિકામાં ટકાવારીનો બોલતો પુરાવો છે તેમ છતાં પણ ત્યાં કોઇ કાર્યવાહી થતી નથી આટલું જ નહીં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર પણ જીતુભાઈ સોમાણી દ્વારા જાહેર સભામાં મંચ ઉપરથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ભાજપના કેટલાક આગેવાનોના નામ લીધા વગર જાહેરમાં પુરાવા સાથે રજુ કરીને તેની સામે પણ આંગળી ચીંધી હતી અને તેની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કેટલાક સંકેતો આ મહાસંમેલન થકી ભાજપના નેતાઓને આપવામાં આવ્યા હતા

છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકા મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય બને છે કારણ કે સરકાર દ્વારા પાલિકા નાણાકીય વહીવટ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને પાલિકાને સુપસિડ કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે ત્યાર બાદ વાંકાનેર નગરપાલિકાના સભ્ય અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર ખાતે સર્વજ્ઞાતિનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોરબી વાંકાનેર અને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારે લોકોએ જીતુભાઈ સોમાણી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીને જે રીતે પાલિકાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી

ત્યારબાદ સભાને સંબોધતા જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર આવેલી નગરપાલિકાઓમાં વાંકાનેર નગરપાલિકાના એક પણ સભ્ય દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો નથી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોવા છતાં પણ આ નગરપાલિકાને સુપરસીડ કરવા માટે થઈને કાવતરા કરવામાં આવી રહ્યા છે અને કારણદર્શક નોટિસ આપવામાં આવી રહી છે જોકે, જે પણ કામગીરી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં કરવામાં આવી રહી છે તે સરકારની ગાઇડલાઇન મુજબ જ કરવામાં આવી રહી છે અને તેમાં કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો નથી અને મોરબી જીલ્લામાં મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચા થતી હોય તેનો વિડીયો વાયરલ થયો છે તેમ છતાં પણ ત્યાં લેશમાત્ર કામગીરી ભાજપ દ્વારા કરવામાં આવતી નથી તેવો સવાલ કર્યો હતો

વધુમાં તેમણે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાને નિશાન ટાંકીને તેઓએ જમીન કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપો મહાસંમેલનની અંદર કરવામાં આવ્યો હતો અને કેટલાક ભાજપના નેતાઓના નામ લીધા વગર માધાપર ગામે સર્વે નં. ૧૧૮૦ માં આવેલ જમીન જે હજુ પણ શ્રી સરકાર બોલે છે આ જમીન ઉપર બાંધકામ થઈ ગયા છે અને તેના દસ્તાવેજ પણ થવા લાગ્યા છે આ જમીન કૌભાંડ કોના આશીર્વાદથી કરવામાં આવ્યું છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તેવો સવાલ તેણે કર્યો હતો અને તેની સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે આજથી 12 વર્ષ પહેલા વાંકાનેરના માર્કેટ ચોકમાં પાલિકા દ્વારા જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તે સીસી રોડને કોઈ પણ મજબૂત વ્યક્તિ દોઢ ફૂટ બાય દોઢ ફૂટ તોડી આપે તો તેને ૧.૫૧ લાખનું ઈનામ આપવામાં આવશે

જીતુભાઈએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરીને મજબૂત રોડ રસ્તા બનાવ્યા છે અને કામગીરી કરવામાં આવી રહી છે તો પણ યેનકેન પ્રકારે પાલિકાને નુકસાન થાય તેવી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેથી કરીને આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે અને તેમાં જીતુભાઈ સોમાણી દ્વારા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેથી કરીને શિસ્ત બદ્ધ ભાજપ પાર્ટીના આગેવાનો સ્તબ્ધ થઈ ગયા છે હવે આગામી દિવસોમાં વાંકાનેર નગરપાલિકાનું શું થશે તે તો સમય જ બતાવશે અને વાંકાનેર વિધાનસભાની બેઠક ઉપરથી જીતુભાઈ સોમાણી ન માત્ર લડવાના પરંતુ આગામી ચૂંટણીમાં જીતાડવાનો સંકલ્પ મહાસંમેલનમાં હાજર રહેલા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો




Latest News