વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાકાને જાતી પ્રત્યે અપમાનની ફરિયાદ નોંધાવવા જતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE

















મોરબીમાં કાકાને જાતી પ્રત્યે અપમાનની ફરિયાદ નોંધાવવા જતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો

માળીયા-વનાળીયા સોસાયટીમા રહેતા કાકાને જાતી પ્રત્યે અપમાનીત કરનાર સામે ફરિયાદ નોંધાવવા માટે જતાં ભત્રીજાને રસ્તામાં રોકીને ત્રણ શખ્સો દ્વારા તેના ધોકા અને છરી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો અને તેને મહિલા સહિત  ચારની સામે ગાળો આપીને માર મારવાની તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યા હોવાથી એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે રહેતા  અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા પંકજભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ. જાતી બારોટ (૨૦)એ સોનલબેન અબ્બાસભાઈ કટીયા રહે માળીયા-વનળીયા સોસાયટી, સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરની સામે ફરિયાદ નોંધાવી હતી કે, માળીયા-વનાળીયા સોસાયટીમા સોનલબેનના ઘરની સામે ફરીયાદીના કાકા ઉમેશભાઈ ઘરની સામે રહે છે અને તા.૨૫/૬ સાડા આઠ વાગ્યાના અરસામા ફરીયાદી તથા તેના કાકા અને હકીભાઈ સોનલબેનના ઘર પાસેથી નીકળતા તેને નહી ગમતા તેઓને ગાળો આપી હતી અને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને સાહિલ ઉર્ફે હકિને પીઠના ભાગે લાકડાના ધોકાનો ઘા મારીને, ફરીયાદી ફરીયાદ કરવા જતા હોય તે વખતે આરોપી ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીરએ ફરીયાદીબ બાઇકને રસ્તામા ઉભુ રખાવ્યું હતું અને ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવરએ ફરિયાદીને ડાબા હાથે છરીનો ઘા મારી તેમજ આરોપી ફીરોજભાઈએ પગ પકડી નીચે પાડી દીધો હતો અને સમીરએ તેને લાકડાના ધોકાનો એક એક ઘા જમણા પગે માર્યો હતો અને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧) (આર) (એસ)૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News