માળીયા મિંયાણાના રોહીશાળા ગામે પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરાઈ
મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ
SHARE









મોરબીમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાન યોજાયુ
ભાજપના પ્રેરણાસ્ત્રોત અને કાશ્મીર તેમજ રાષ્ટ્ની એકતા અને અંખીડતા પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે મોરબીમાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રદેશમંત્રી અને વકતા મહેશભાઈ કસવાલાએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલા બલિદાનની વાત કરી હતી.મોરબીમાં ભાજપ દ્વારા તા.૨૩ ના રોજ રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, રવાપર, મોરબી ખાતે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના પ્રેરણાસ્ત્રોત ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે આપેલ બલીદાનની જીવનગાથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી મહેશભાઈ કસવાલા દ્વારા વર્ણાવવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, પુર્વ ધારાસભ્ય કાડતીલાલ અમૃતીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા.હતા.
