મોરબીમાં કાકાને જાતી પ્રત્યે અપમાનની ફરિયાદ નોંધાવવા જતાં ભત્રીજાને ત્રણ શખ્સોએ માર માર્યો
કન્ટેનર કટીંગ કૌભાંડ: મોરબી એલસીબીની ટીમે ૧૩.૮૨ લાખના મુદામાલ સાથે ચારની કરી ધરપકડ
SHARE









કન્ટેનર કટીંગ કૌભાંડ: મોરબી એલસીબીની ટીમે ૧૩.૮૨ લાખના મુદામાલ સાથે ચારની કરી ધરપકડ
મોરબીમાં અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે કન્ટેનર કટીંગ કારવામાં આવતા હતા અને તેનો ભંગાર બનાવીને વેચાણ કરવામાં આવતું હતું જેથી કરીને એલસીબીની ટીમે હાલમાં ચાર શખ્સોની ૧૩,૮૨,૯૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી તેમજ એન.એચ.ચુડાસમા અને સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ચંદુભાઇ કાણોતરા તથા દશરથસિંહ પરમારને સયુકત રીતે મળેલ ખાનગી બાતમી આધારે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની દેરી પાસે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી ત્યારે ત્યાં અમુક ઇસમો અધિકૃત રીતે કન્ટેનરો બહારથી લાવી તેનું કટીંગ કરીને તેનો ભંગાર કરી નાખતા હતા અને તે ભંગારમાં વેચવાની પેરવી કરવાનું કામ કરી રહયા હતા ત્યારે સ્થળ ઉપર કટીંગ કરેલ કન્ટેનરોનો ભંગાર, કન્ટેનરો અને અન્ય સાધનો મળીને આવતા ૧૩,૮૨,૯૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો
હાલમાં પોલીસે આરોપી રવિ વિનોદભાઇ પંસારા જાતે દેવીપૂજક (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ, નકુલ કરશનભાઇ મંદરીયા જાતે દેવીપૂજક (૨૪) રહે. ભીમસર વેજીટેબલરોડ, મહેન્દ્ર ભરતભાઇ સોલંકી જાતે દેવીપૂજક (૨૩) રહે. શોભેશ્વરરોડ કુબેર ટોકિઝ પાછળ અને ફિરોજ રહીમભાઇ મમાણી જાતે ખાટકી (૨૦) રહે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાસ વાળાની ધરપકડ કરેલ છે અને સ્થળ ઉપરથી જે માલ કબજે કરેલ છે તેમાં કેનકોર કંપનીનાં ૪ કન્ટેનર, કન્ટેનર કટીંગનો લોખંડનો ભંગાર, ગેસના નાના મોટા ૪ સીલેન્ડર, ગેસ કટરગન ૩ વિગેરેનો સમાવેશ થાય છે અને આ શખ્સો દ્વારા કન્ટેનર કયાથી લઈને આવવામાં આવ્યા હતા અને બીજા કોણ કોણ આમાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે
