કન્ટેનર કટીંગ કૌભાંડ: મોરબી એલસીબીની ટીમે ૧૩.૮૨ લાખના મુદામાલ સાથે ચારની કરી ધરપકડ
માળીયા (મિ) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
SHARE









માળીયા (મિ) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે તળાવની પાળ પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૦૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર માળીયા તાલુકાના ખીરઈ ગામે તળાવની પાળ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર અકબરભાઇ હબીબભાઇ સામતાણી જાતે મીયાણા (૩૪), નરેન્દ્રભાઇ અમ્રુતલાલ પાટડીયા જાતે સોની (૫૦), રમજાનભાઇ રહેમાનભાઇ સામતાણી જાતે મીયાણા (૩૫), રશીકભાઇ શીવજીભાઇ તન્ના જાતે લુવાણા (૫૦), કૌશીકભાઇ ચદુભાઇ સોલંકી જાતે વઢાણા (૨૮), આનદભાઇ કલ્પેશભાઇ ભટ્ટ જાતે બ્રામણ (૨૬) અને કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા જાતે ઠાકોર (૫૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૫૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શ્યામપાર્ક વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શિવલાલ ભાટિયા નામનો ૩૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર ૫ માં સાંજે છએક વાગ્યાના અરસામાં ઇકો કાર સાથે બાઈક અથડાતાં ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના રહેવાસી કરસનભાઈ માવજીભાઈ દેલવાડીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ દુદાપુર અને ધાંગધ્રા વચ્ચેથી જતા હતા ત્યાં પેટ્રોલ પંપ નજીક તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા
