મોરબીના કન્યા છાત્રાલય રોડે અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા બે ની ધરપકડ
વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત
SHARE









વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત
મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ગઈકાલે જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલન પૂરું થયા બાદ ત્યાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો દરમિયાન મોરબી થી આ સંમેલનમાં ગયેલા લોકો પરત આવવા માટે રસ્તા ઉપર ઊભા હતા ત્યારે ત્યાં રસ્તા ઉપર વરસો જૂનો પીપળો તૂટી પડયો હતો અને તેની નીચે દટાઈ જવાથી મોરબીના વૃધ્ધને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને કેટલીક જગ્યાએ હોર્ડિંગ તૂટી ગયા હતા તો કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા આવી ઘટના ગઈકાલે મોડી સાંજના સમયે વાંકાનેરમાં પણ બની હતી વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વજ્ઞાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ મોરબી શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે મોરબીથી આ સંમેલનમાં ગયેલા સનાળા રોડ શિવા પેલેસમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઈ કોટક (ઉમર વર્ષ 62) ની ઉપર વરસો જૂનો પીપળો રાતીદેવડી રોડે તૂટી પડ્યો હતો જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા જગદીશભાઈ ડાયાભાઈ કોટકનું મોત થયુ છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
