વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય રોડે અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા બે ની ધરપકડ


SHARE

















મોરબીના કન્યા છાત્રાલય રોડે અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા બે ની ધરપકડ

મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર જાહેરમાં ઊભા રહીને અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા બે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર હાલમાં પોલીસની જુદી-જુદી ટીમો બનાવીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ખલેલ પહોંચાડતા શખ્સોને કાયદાના પાઠ ભણાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે થોડા દિવસો પહેલા રસ્તા ઉપર અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા બે શખ્સોની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.આવી જ રીતે મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર પોલીસે જાહેરમાં અપશબ્દો બોલીને અશોભનીય ઠઠ્ઠા મશ્કરી કરનારા શખ્સોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરેલ છે.જેમાં શિવભાઈ વિનોદભાઇ મકવાણા જાતે બોરીચા (ઉમર ૧૮) અને લવભાઈ રામભાઈ કરોતરા જાતે રબારી (ઉમર ૧૯) રહે.બંને નવલખી રોડ રણછોડનગર લાઇન્સ સ્કુલની પાછળ વાળાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર ગામે રહેતા કમલાબાઇ સનવતસિંગ નામના ૬૫ વર્ષના વૃદ્ધા વાંકાનેર હાઇવેથી લીલાપર ગામ તરફ પગપાળા જતા હતા ત્યારે રસ્તામાં લીલાપર રોડ યદુનંદન ગૌશાળા પાસે રોડ ક્રોસ કરતા સમયે તેઓ ને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા જેથી એ ડિવિજન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના ઘૂંટુ ગામે રહેતા પ્રફુલભાઈ નાનજીભાઈ સીણોજીયા બાઈક લઈને દુકાનેથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈકની આડે આંખલો ઉતરતા ઇજાઓ થવાથી તેમને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે કૈડકણાની વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરજીવનભાઈ લક્ષ્મણભાઈ પરમાર નામના ૫૧ વર્ષીય આધેડને ઇજાઓ થતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.




Latest News