વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત
હળવદના સાપકડા ગામે વાડીમાંથી ૧૪ બોટલ દારૂ સાથે એકની ધારપકડ
SHARE









હળવદના સાપકડા ગામે વાડીમાંથી ૧૪ બોટલ દારૂ સાથે એકની ધારપકડ
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં આવેલ વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં ૪૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરીને એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં બટુક મહારાજની જગ્યાની પાસે આવેલ ઘનશ્યામસિંહ ગંભીરસિંહની વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ઘનશ્યામસિંહની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૪ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે ૪૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલા જાતે દરબાર (ઉંમર ૪૮) રહે.સાપકડા વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવેલ અને કોને આપવાની હતી..? તે દિશામાં તપાસ ચાલી રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીના બેલા(રંગપર) ગામ પાસે ખોખરા હનુમાનના રસ્તે આવેલ એવન થ્રી નામના કારખાના લેબર કવાટરમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી લક્ષ્મીબેન સુખદેવભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષીય મહિલાને મોડીરાત્રીના સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જયારે મોરબીના બેલા (રંગપર) ગામે ગામના પાટિયા પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દીપકભાઈ રમેશભાઈ ભાટીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
