ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત
SHARE









ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત
ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ગૌરવ છગનભાઈ દુબરીયા (ઉંમર ૨૨)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે અને હાલમાં આ બનાવની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. વઘેરા ચલાવી રહ્યા છે અને યુવાની કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુમ થયેલ પરિણીતા મળી આવી
મોરબીના કંડલા બાયપાસ ઉપર શનાળા પાસે આવેલ ગોકુલનગર નજીકની ખોજા સોસાયટીમાં રહેતા કરીમભાઈ અબ્દુલભાઈ પબાણી જાતે ખોજા નામના ૩૫ વર્ષીય યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેઓની પત્ની સીમાબેન કરીમભાઈ પબાણી ખોજા (ઉમર ૨૫) તેમના સાડા ચાર વર્ષીય પુત્ર સલીમને લઈન ઘરેથી નીકળી ગયા છે અને ઘરમેળે તપાસ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો નથી.દરમિયાનમાં ખુલાસો થયો હતો કે ગુમ થયેલા સીમાબેનને પોતાના પતિ સાથે મનમેળ ન હોય તેમની સાથે રહેવા માગતા નથી અને એકલા રહેવા માગે છે. તેમજ સુનિલ રમેશ કાથવયરાણી જાતે લોહાણા (૩૭) ધંધો ફ્રુટનો વેપાર રહે.લાતી પ્લોટ શેરી નંબર-૩ મોરબી સાથે મૈત્રી કરાર કરેલા છે જેથી પોલીસે આ અંગે નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
